Showing posts with label Seminar by Me. Show all posts
Showing posts with label Seminar by Me. Show all posts

Feb 9, 2017

Seminar on Cyber Crime Awareness


સાયબર ક્રાઈમને નાથવા પોલીસ દ્વારા યોજાયો સેમિનાર

જામનગર તા. 7-Feb-2016 જામનગરના ટાઉનહોલમાં મંગળવારે પોલીસ દ્વારા વધતા-જતા સાયબર ક્રાઈમ સામે પ્રજાને સતર્ક બનાવવા વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના સાયબર સુરક્ષા કવચ કાર્યક્રમ હેઠળ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કેશલેસ વ્યવહાર વધારવા માટે હાથ ધરાયેલા અભિગમ દરમ્યાન કેટલાક ચીટરો દ્વારા પ્રજાજનોને પ્રલોભનો આપી છેતરપિંડી કરવાના વધતા-જતા બનાવો પર અંકુશ લાવવા માટે ગઈકાલે જામનગર પોલીસ દ્વારા ટાઉનહોલમાં સાયબર સુરક્ષા કવચ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા રાજકોટ રેન્જના ડીઆઈજી ડી.એન. પટેલે સાયબર ક્રાઈમના ગુન્હાઓ બનતા અટકાવવા માટે પ્રજાની જાગૃત્તતાની આવશ્યકતાને પોતાના વકતવ્યમાં મહત્ત્વ આપ્યું હતું. મહેમાન તરીકે ઉપસ્થિત જિલ્લા કલેકટર આર.જે. માકડિયાએ ક્રેડીટ કાર્ડ તથા ડેબિટ કાર્ડના વધી રહેલા વપરાશ વચ્ચે પ્રજાને સતર્ક રહેવા આહ્વાન કર્યું હતું.

આ સેમિનારમાં મ્યુનિ. કમિશ્નર આર.બી. બારડ, એડી. કલેકટર કે.બી. ઠક્કર, ડીડીઓ મુકેશ પંડયા, એસપી પી.બી. સેજુળ, મોરબીના એસપી જયપાલસિંહ રાઠોડ, પૂર્વ ડીઆઈજી અને રિલાયન્સના અધિકારી અંતાણી, લોહાણા અગ્રણી જીતુભાઈ લાલ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમના મુખ્ય વકતા આર.આર. ઓઝાએ સાયબર ક્રાઈમ અવેરનેસ અંગે અતિ જરૃરી માહિતી આપી હતી. એચડીએફસી બેંકના બેન્કીંગ સિક્યોરિટીના દસ વર્ષના અનુભવી દિપકભાઈ પટેલે નેટ બેન્કીંગ વિશેની વિસ્તૃત વિગત આપી હતી. ડીવાયએસપી એસ.એ. સૈયદ, એલસીબી પીઆઈ કે.જી. ઝાલા, પીઆઈ સી.એન. પરમાર, પીએસઆઈ તેમજ શહેરના અગ્રણી વેપારીઓ, જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળાએ સાયબર ક્રાઈમને લગતા પૂછવામાં આવેલા પ્રશ્નોને તજજ્ઞોએ પ્રત્યુત્તર પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસપી પી.બી. સેજુળ અને ડીવાયએસપી સૈયદના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એસ.એન. સાટી તથા વીએચએફના પીએસઆઈ નિમાવત વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Jamnagar, Nobat:08-Feb-2017

Recent Post

Launching of my new Domain

RaviROza.com