ગુરૂવાર તા. 6-ડિસેમ્બર-2017
પોષ સુદ આઠમ વિક્રમ સવંત 2072-73
ડિજિટલ ઇન્ડિયા (ભારત), ઈન્ટરનેટ અને કેશલેસ્સ ભારત એ હવે કઈ નવું નથી.
આ જમાના માં માહિતી મેળવી સરળ થઇ ગઈ છે , તો પણ ઘણી વખત જયારે આપણે ઈન્ટરનેટ પર થી કોઈ માહિતી મળતી નથી.
આપણા મન ગૂગલે એટલે ઈન્ટરનેટ છે, પણ એ હકીકત નથી.
માહિતી મેળવા માટે આપણે ગૂગલ નો ઉપયોગ કરીએ છીએ, પણ ગૂગલે તો પોતે ભી એક સોફ્ટવેરે ની સહાય થી ઈન્ટરનેટ પર થી માહિતીને ગોતી આપણી સમક્ષ લિંક્સ ના સ્વરૂપ માં પ્રસ્તુત કરે છે, વ્યકતિગત રીતે ગૂગલ આપણા માટે કોઈ લિંક્સ કે વેબસાઈટ ચેક નથી કરતુ પરંતુ તમારી કોઈ એ જ માહિતી સર્ચ કરી હોય એ પ્રમાણે લિંક્સ બતાવે છે.
જયારે અહીં પ્રસ્તુત કરેલી બધીજ લિંક્સ મેં જાતે જ ચેક કરી છે અને વ્યકતિગત રીતે તેનો ઉપયોગ કરેલ છે અને એ આધારે અહીં પ્રસ્તુત કરું છું, આશા રાખું છું કે કદાચ તમને ભી કોઈ એક કે બીજી રીતે એ ઉપયોગી થશે.