નમસ્કાર વાચક બંધુઓ
સો પ્રથમ તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે શુ ? એની સમજણ લઈએ.
કોમ્પ્યુટર-મોબાઈલ-ટીવી કે બીજા કોઈ ભી ડિજિટલ સાધન શરૂ કરવાં માટે જે સિસ્ટમ (ગોઠવણ) ની જરૂર પડે તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે.
આજે મારે જે માહિતીઆપવી છે એ કોમ્પ્યુટર માં ઉપયોગ થતી ઓપરેટિંગ સિસ્ટમ ની છે.
સામાન્ય રીતે ભારત માં જેટલા લોકો કોમ્પ્યુટર ઉપયોગ કરે છે તેમાં વિન્ડોઝ પરેટિંગ હોય છે. પણ ખુબજ ઓછા લોકો ને ખબર છે કે વિન્ડૉઝ એ લાઇસન્સ સોફ્ટવેર છે.
તેને ઉપયોગ કરવા માટે તેનું લાઇસન્સ લેવું પડે, જે રૂપિયા 4000-5000 ની કિંમત નું હોય છે, એ ભી ફક્ત એક જ કોમ્પ્યુટર માટે, જો બીજા કોમ્પ્યુટર માટે જોતું હોય તો ફરી પાછા તેટલા જ રૂપિયા ખર્ચ કરવા પડે.
આ તો ફક્ત ઓપરેટિંગ સિસ્ટમની વાત થઇ, જો તે કોમ્પ્યુટરમાં બીજા કોઈ સોફ્ટવેર જોઈતા હોય તો તેના માટે પણ રૂપિયા ખર્ચ કરવા પડે છે.
પરંતુ જો કોઈ લાઇસન્સ ઓપરેટિંગ સિસ્ટમ કે સોફ્ટવેર ન જોઈતા હોય તો open source ને ઓપરેટિંગ સિસ્ટમ માટે પસંદ કરી શકાય છે.