Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Jan 4, 2017

ચૂંટણીનો શંખનાદ

આજે ચૂંટણી પંચ એ નવી દિલ્હી ખાતે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી જાહેર કરી છે.

ઉત્ત્તરપ્રદેશ , મણિપુર , પંજાબ , ઉત્ત્તરાખંડ અને ગોવા આ પાંચ રાજ્યોમાં આગામી દિવસો માં ચૂંટણી જાહેર કરી છે. જાન્યુઆરી 2017 થી માર્ચ 2017 દરમિયાન આ પાંચેય રાજ્યની ચૂંટણીનું સમાપન થશે.

ઉપર મુજબના પાંચેય રાજ્યો ના કુલ 690 વિધાનસભા મત વિસ્તાર માટે લગભગ 17 કરોડ મતદારો મતદાન કરી શકશે, અને જે તે ઉમેદવારનું ભાવિ નક્કી કરશે.

Jan 3, 2017

પતંગ મહોત્સવ

જામનગરમાં તારીખ 12-01-2017 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. 
પતંગ મહોત્સવની સ્પર્ધામાં ભાગ લેવા માટે ફક્ત ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્ય જ નહિ પરંતુ દેશ વિદેશ થી અનેક સ્પર્ધકો પધારવાના છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને ટુરિઝમ ને આગવું સ્થાન મળે એ અન્વયે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર ના પતંગ રસિયા લોકો ને મહોત્સવ માં જોડાવા માટે જિલ્લા રમત ગમત અધિકારી એ જણાવ્યું છે.


Swachhata-MoUD

Swachhata-MoUD (Ministry of Urban Development)



Swachhata-MoUD શહેરી વિકાસ મંત્રાલયની સતાવાર એપ્લિકેશન છે.

મ્યુનિસિપાલિટી દ્વારા તમારા ઘરની પાસે, વિસ્તારમાં, કે બીજી કોઈ ભી જાહેર જગ્યા પર સાફ સફાઈ ન થતી હોય તેની જાણકારી/ફારિયાદ તમે તમારા નગરપાલિકાના અધિકારી ને કરી શકો છો, પણ હવેથી આ ફરિયાદ કરવા માટે તમારે ક્યાંય રૂબરૂ જવાની જરૂર નથી, આપ ફક્ત આપના સ્માર્ટ ફોન થી એ જગ્યા નો ફોટો ક્લિક કરી નોંધાવી શકો છો.

આ એપ્લિકેશન ઇન્સટોલ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરવું

તારીખ : 30-ડિસેમ્બર-2016 ના રોજ Bhavans Shree H. J. Doshi Information Technology Insitute માં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વતી આવેલ એક્સપર્ટ એ અમારી કોલેજ ના સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને Swachhata-MoUD એપ્લિકેશનથી માહિતગાર કર્યા હતા.




Jan 2, 2017

Fuel price

જામનગરમાં લીટર પેટ્રોલ અને ડીઝલ ના નવા ભાવ 
પેટ્રોલ  72.46/-  (+1.70) વઘારો 
ડીઝલ  64.25/-  (+1.27) વઘારો 

નોટબંધી બાદ નૂતન વર્ષની શરૂઆત માં ઇંધણ ના ભાવ માં વધારો એ દાઝ્યા પાર ડામ બરબાર છે. 
આંતરરાષ્ટ્રીય ભાવ ના આધારે ભારત માં બી. પી. એલ. અને આઈ. ઓ. સી  કંપની દર મહિનાની પહેલી અને સોળમી તારીખે પેટ્રોલ અને ડીઝલ ના નવા ભાવ નક્કી કરે છે. આ મુજબ જામનગર મા પેટ્રોલ નો નવો ભાવ રૂ. 72.46/- જે ગત માસની  સરખામણીં માં રૂ. 1.70/- નો વધારો અને ડીઝલ ના નવો ભાવ રૂ. 64.25/- જે ગત માસની  સરખામણીં માં રૂ. 1.27/- વધારો થયેલ છે.


Recent Post

Launching of my new Domain

RaviROza.com